શ્રીનગરમાં સુરક્ષાબળો સાથે મુઠભેડમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

બુધવાર, 17 ઑક્ટોબર 2018 (09:00 IST)
જમ્મુ કાશ્મીરમાં બુધવારની સવારે એકવાર ફરીથી સુરક્ષાબળો સાથે આતંકવાદીઓની મુઠભેડ થઈ ગઈ. શ્રીનગરના ફતેહ કાદલ વિસ્તારમાં થયેલ આ મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે કે પોલીસનો એક જવાન શહીદ થઈ ગયો. 
 
શ્રીનગરના એસએસપી ઈમ્તિયાજ ઈસ્માઈલ પરેં એ જણાવ્યુ - આ મુઠભેડમાં ત્રણ આતંકી માર્યા ગયા જ્યારે કે એક પોલીસ કર્મચારી શહીદ થયો 
 
ઉલ્લેખનીય છે કે સુરક્ષાબળોની સતર્કતાને કારણે સતત ચાલતા આતંકદીઓના નાપાક ઈરાદા નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા મુઠભેડ દરમિયાન અનેક આતંકવાદીઓ માર્યા જવાના સમાચાર છે. 
 
અથડામણ આજે સવારે શરૂ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાઈને બેઠેલા આતંકીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કરતા અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં લશ્કરનો ટોચનો કમાંડર પણ શામેલ હતો. માનવામાં આવે છે કે આ આતંકીઓને સુરક્ષા બળો ઘણા સમયથી શોધી રહ્યાં હતાં. આખરે તેઓ હાથ લાગતા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ અથડામણમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે. તેવી જ રીતે અર્ધસૈનિક બળના ત્રણ જવાનો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળે છે.
 
શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે. સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ અથડામણ હજી થોડો સમય યથાવત રહે તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર