PM મોદી આજે સૌથી લાંબા એક્સપ્રેસ વે નો કરશે શિલાન્યાસ, જાણો તેની ખાસિયતો
શનિવાર, 14 જુલાઈ 2018 (12:18 IST)
પીએમ નરેન્દ્ર મોદી પૂર્વાચલ એક્સપ્રેસ વે નો શિલાન્યાસ કરશે. આ એક્સપ્રેસ વે પૂર્વાચલ માટે લાઈફલાઈન સાબિત થશે. કારણ કે આ એક્સપ્રેસ વે દ્વારા અનેક જીલ્લા પરસ્પર જોડાશે. સાથે જ આ એક્સપ્રેસ વે ના કિનારે ઔદ્યોગિક ક્ષેત્ર વિકસિત કરવામાં આવશે. જે બેરોજગારીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. બીજેપી સરકાર આ કોશિશમાં છે કે પૂર્વાચલના લોકો માટે લખનૌ સુધીની સફર સહેલી કરવામાં આવે. લોકોને સુરક્ષિત અને સારી મુસાફરી માટે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માર્ગને પૂર્વાચલ એક્સપ્રેસ વે નામ આપવામાં આવ્યુ છે. 354 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વે લખનૌથી શરૂ થઈને બારાબંકી, ફૈજાબાદ, આંબેડકરનગર, અમેઠી, સુલ્તાનપુર, આઝમગઢ, મઉ અને ગાજીપુરથી થઈને પસાર થશે.
પૂર્વાચલ એક્સપ્રેસ વે કેમ છે ખાસ..
– પૂર્વાચલ એક્સપ્રેસ-વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બનશે.