જળ હશે તો જ ભવિષ્ય હશે, જળ શંકટ સમગ્ર વિશ્વની સમસ્યા, સંગઠિત રીતે જળ સંચય માટે જાગૃત થવું જરૂરી છે -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (17:47 IST)
આબુરોડ શાંતિવનથી બ્રહ્માકુમારીઝ અને જળ શક્તિ મંત્રાલય દ્વારા જળજન અભિયાનનો પ્રારંભ કરતા નરેન્દ્ર મોદી.
 
   નાના પાટેકર, મનોજ શુકલ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહજી, મહારાજા ઉદયપુર લક્ષરાજસિંહ, દાદી રતન મોહિનીજી એ જળની મહત્વતા સમજાવી.
 
         આંતરરાષ્ટ્રીય આધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય આબુરોડ તળેટી, શાંતિવન ખાતેના એશિયાના સૌથી વિશાળ ડાયમંડ હોલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જળ જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પોતાના ઉદઘાટન પ્રવચનમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તેમણે જણાવેલ કે, ભારતની પરંપરા રહી છે કે જળને માતાના રૂપમાં પૂજન કીર્તન કરાય છે. હવે જ્યારે જળની સમસ્યાનો વિશ્વ સામનો કરી રહેલ છે ત્યારે સંગઠિત રૂપમાં તેના સંચય માટે સર્વે જાગૃત થઈ જળ જન અભિયાનમાં જોડાવું સમયની અનિવાર્યતા છે. મોદીએ બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા સ્વ દાદી જાનકીજીના આશીર્વાદની શક્તિને યાદ કરી તેને જળ જન અભિયાનની સફળતાની કામના વ્યક્ત કરેલ.
 
           ૨૦ હજારની માનવ મેદનીને સંબોધન કરતા પ્રસિદ્ધ કલાકાર નાના પાટેકર, કવિ મનોજ શુક્લા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહજી, મહારાજા લક્ષરાજસિંહ, બ્રહ્માકુમાર મૃત્યુજયભાઈએ પોતાની શૈલીમાં જળનું મહત્વ  બતાવેલ. યુનોમાં બ્રહ્માકુમારીઝ પ્રતિનિધિ બ્રહ્માકુમારી જયંતી બહેને પણ ઉપસ્થિત શ્રોતાઓને જળ બચત માટે સંગઠિત શપથ લેવડાવેલ.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર