ચોરે પહેલા ઘરેણાની કરી ચોરી, પછી આ કારણથી કુરિયર દ્વારા ઘરેણાં પરત મોકલ્યા

બુધવાર, 2 નવેમ્બર 2022 (15:09 IST)
ચોરેયેલા સામાન પરત મળી જાય તો લોકો પોતાને ભાગ્યશાળી સમજે છે અને જો ચોરી કરેલ ઝવેરાત ચોર કુરિયરથી પરત મોકલે તો બીજુ શું જોઈએ. એવુ જ એક બનાવ ગાઝિયાબાદમાં સામે આવ્યુ છે. ચોરી કરેલા પૂરા ઝવેરાત પરત નથી મળ્યા પણ 20 ટકા ઝવેરાત કુરિયરથી મોકલ્યા છે. ગાઝિયાબાદ જીલ્લામાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. 
 
ગાઝિયાબાદ પોલીસ મુજબ ફાર્ચ્યુન રેઝિડેંસી રાજનગર એક્સટેંશનમાં પ્રીતિ સિરોહી રહે છે. 23 ઓક્ટોબરની રાત્રે ફ્લેટથી આશરે 20 લાખ રૂપિયાના ઝવેરાત અને 25 હજાર રોકડ ચોરી થઈ ગયા. આ સંબંધમાં પોલીસમાં ફરિયાદ કરાઈ. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આ વચ્ચે પ્રીતિને ત્યાં કુરિયર આવ્યો તેમાં ચોરી કરેલા કેટલાક ઝવેરાત હતા. 
 
પ્રીતિના દીકરા હર્ષના મુજબ 29 ઓક્ટોબરની બપોરે એક કુરિયર ફ્લેટ પર પહોંચ્યો. તેને ખોલ્યા તો ઘરેણા રાખ્યા હતા. જે છ દિવસ પહેલા ચોરી થઈ ગયા હતા. તેણે ઘટનાની જાણકારી પોલીસને આપી તો પોલીસ અધિકારી પણ ચોંકી ગયા. પણ ઝવેરાત પૂરા પરત નથી કર્યા માત્ર 20 ટકા ઝવેરાત પરત આવ્યા છે. કુરિયર હાપુડથી મોક્લ્યા છે.સીસીટીવી કેમરાની ફુટેઝમાં બે વ્યક્તિ કેદ થયા છે. કુરિયર રાજદીપ જ્વેલર્સ સરાફા બજાર હાપુડના સરનામાની સાથે પ્રીતિનુ મોબાઈલ નંબર પણ લખ્યુ છે. પણ જ્વેલરનુ સરનામુ ફર્જી નિકળ્યુ. પ્રીતિએ ચોરીના સમયે દીકરાની સાથે દિવાળી ઉજવવા હાપુડ ગઈ હતી. તે સિવાય પ્રીતિના ફ્લેટની બહારની તરફ લાગેલા લોખંડના બારણાનુ તાળુ તૂટેલો હતો જ્યારે અંદર લાકડીના બારણાને ચાવીથી ખોલ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર