Himachal Election 2022- કરોડપતિ છે આ ચા વાળો, BJP એ હિમાલય ચૂંટણીમાં આપ્યુ ટિકિટ, PM મોદીની શા માટે થઈ રહી ચર્ચા

બુધવાર, 2 નવેમ્બર 2022 (12:30 IST)
Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશના બધા 68 સીટ પર એક જ ફેજમાં 12 નવેમ્બરને ચૂંટણી થવાની છે. તેના માટે ઉમેદવારોએ નામાંકન નોંધયો છે. આ દરમિયાન બીજેપીના એક ઉમેદવારની ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં આ ઉમેદરવાર એક ચા વાળો છે જે કરોડપતિ છે. શિમલા સીટથી બીજેપી ઉમેદવાર સંજય સૂદએ તેમની અને તેમની પત્નીની કુળ સંપત્તિ 2.7 કરોડ રૂપિયા જણાવી છે. તેમાંથી સૂદની પાસે 1.45 કરોડ રૂપિયાની અચળ સંપત્તિ છે. જ્યારે 54 લાખ રૂપિયાની ચળ સંપત્તિ છે. તેમની પત્નીની પાસે 46 લાખ રૂપિયાની અચળ અને 25 લાખની ચળ સંપત્તિ છે. 
 
કરોડપતિ કેંડિડેડ સંજય સૂદને પાર્ટીએ મંત્રી સુરેશ ભારદ્ધાજની જગ્યા મેદાનમાં ઉતાર્યો છે. સુરેશ સતત શિમલા સીટથી ચાર વાર ચૂંટણી લડી ચૂક્યા છે. તેને આ સમયે કાસુમ્લતિથી ટિકિટ અપાયુ છે. વર્ષ 1991થી સંજય ચાની દુકાન ચલાવી રહ્યા છે. તે પહેલા તે બસ સ્ટેંડ પર છાપા વેચવાનો પણ કામ કરતા હતા. તેમજ આ સીટ પર કાંગ્રેસ કેંડિડેડ પણ કરોડપતિ છે. અહીંથી પાર્ટી હરીશને પણ ટિકિટ આપ્યુ છે. જેની કુળ સંપત્તિ સૂદ કરતા બમણી છે. હરીશની પાસે 4.7 કરોડ રૂપિયા છે ચળ-અચળ સંપત્તિ છે.  
 
 
પીએમ મોદીની ચર્ચા શા માટે 
જેમકે બધાને ખબર છે કે પોતે પ્રધાનમંત્રી પણ ચા વાળા હતા. તેમણે અને તેમના પિતા દામોદર દાસ મોદીએ ગુજરાતના એક રેલ્વે સ્ટેશન પર ઘણા વર્ષો સુધી ચા વેચી. ખૂબ ગરીવીમા તેમનો બાળપણ પસાર કરતા પીએમ મોદી ખૂબ સંઘઋષ અને મેહનત પછી પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા છે. તેથી સંજય સૂદની ચર્ચા કરતા લોકો પીએમ મોદીની પણ ચર્ચા કરી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર