weather updates- હવે છેલ્લા કેટલાય દિવસોથી આકાશમાંથી વરસી રહેલી આગમાંથી રાહત મળવાની છે. હવામાન વિભાગે આગામી બે કલાકમાં રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ અનુમાન મુજબ, આગામી 2 કલાક દરમિયાન ઉત્તર દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, મધ્ય દિલ્હી, NCR (લોની દેહત, હિંડોન એરફોર્સ સ્ટેશન, બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપૌલા), સોનીપત , રોહતક, ખારખોડા (હરિયાણા), બાગપત, ખેકરા, મોદીનગર, પીલખુઆ (યુપી) ના કેટલાક સ્થળો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ અને પવન ફૂંકાશે.