Weather updates - ચોમાસાની રાહ હવે પૂરી થવામાં છે. એવી શક્યતાઓ છે કે ચોમાસું સમય પહેલા કેરળમાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ વખતે હવામાનનો દુર્લભ નજારો પણ જોવા મળશે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું કેરળ અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં એક સાથે પ્રવેશ કરશે.
હવામાન વિભાગે કહ્યું કે, 'આગામી 24 કલાકમાં કેરળ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.' હવામાન વિભાગનું કહેવું છે કે ગુરુવારથી દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં તીવ્ર ગરમીની સ્થિતિ ધીમે ધીમે ઓછી થશે. એવું માનવામાં આવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ તાપમાનમાં ઘટાડાનું કારણ હોઈ શકે છે.