પીએમે કહ્યુ, 'મારી આ બે ઈચ્છાઓ પુર્ણ થઈ ગઈ. કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપુર્ણ છે. તેમણે કહ્યુ તેમને આશા છે કે પુરસ્કૃત શિક્ષક દિલ્હીની હવાથી પ્રભાવિત નહી થાય. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી ખુદને દિલ્હીના બહારના માણસ તરીકે ઓળખાવી ચુક્યા છે.
મોદીએ કહ્યુ, જો સમાજને પ્રગતિ કરવી છે તો શિક્ષકોએ હંમેશા બે પગલા આગળ ચાલવુ પડશે. તેમણે દુનિયાભરમાં થઈ રહેલ પરિવર્તનોની સમજ હોવી જોઈએ અને તેન આનુરૂપ નવી પેઢીને તૈયાર કરવી પડશે. તેમણે કહ્યુ કે શિક્ષક ક્યારેય રિટાયર નથી થતો અને કાયમ નવી પેઢીને જ્ઞાન આપવાનો પ્રયત્ન ચાલુ રાખે છે.