તમિલનાડુએ દરેક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવી છે.
તેમણે કહ્યું કે તમિલનાડુની સંસ્કૃતિએ ભારતના સાંસ્કૃતિક પ્રવાહને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. શાહે કહ્યું, "વહીવટી સુધારા હોય, આધ્યાત્મિક ઊંચાઈ હાંસલ કરવી હોય, શિક્ષણ હોય કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા હોય, તમિલનાડુએ દરેક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવી છે."