સિંગાપોર એરલાઈન્સનું વિમાન હવામાં હિંસક રીતે હચમચી ગયું, 1નું મોત, 30 મુસાફરો ઘાયલ

બુધવાર, 22 મે 2024 (08:05 IST)
Singapore airlines- લંડનથી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટને ગંભીર એર ટર્બ્યુલન્સને કારણે બેંગકોકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું,

જેના પરિણામે એક પેસેન્જરનું મૃત્યુ થયું હતું અને અન્ય કેટલાકને ઈજા થઈ હતી. સિંગાપોર એરલાઈન્સે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે. કેટલાક થાઈ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વિમાનમાં સવાર 30 મુસાફરો ઘાયલ થયા છે.

એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એરક્રાફ્ટ બોઈંગ 777-300ER હતું જેમાં કુલ 211 મુસાફરો અને 18 ક્રૂ હતા." સમિથિવેજ શ્રીનાકરિન હોસ્પિટલની સ્થાનિક ઈમરજન્સી ટીમો ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે રનવે પરથી ખસેડવા માટે સ્થળ પર હતી. સુવર્ણભૂમિ એરપોર્ટ દ્વારા LINE મેસેજિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં એમ્બ્યુલન્સની એક લાઇન ઘટનાસ્થળ તરફ જતી દર્શાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર