હિમાચલ પ્રદેશના કાંગડામાં એક દર્દનાક દુર્ઘટના થઈ છે. નૂરપુર વિસ્તારમાં ગઈકાલે સાનેજ શાળાના બાળકોની બસ 200 ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ. માહિતી મુજબ 29 બાળકો સહિત કુલ 32ના મોત થઈ ગયા છે. આ બસ બજીર રામ સિંહ પઠાનિયા મેમોરિયલ શાળાની હતી. બસ નૂરપુરના ચેલી ગામમાં 200 ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ. આ ગામ ચંબા અને કાંગડા જીલ્લાની સીમાની નિકટ પડી રહી છે.
પહેલા દિવસે શાળામાં ગયા હતા બાળકો, કટરથી કાપીને કાઢ્યા મૃતદેહ
મોટાભાગના બાળકો એડમિશન પછી પહેલા જ દિવસે શાળામાં હાજરી આપવા ગયા હતા અને ઘરે પરત ફર્યા હતા. એનડીઆરએફની ટીમને રાહત અને બચાવ માટે તરત જ દુર્ઘટના સ્થળ પર બોકલવામાં આવી છે. કટરથી બસ કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા.