આજે અનામતના વિરોધમાં ભારત બંધ, પ્રદર્શનકારીઓએ રોકી ટ્રેન, જાણો દેશમાં કયા રાજ્યમાં શુ સ્થિતિ છે

મંગળવાર, 10 એપ્રિલ 2018 (10:48 IST)
બે એપ્રિલના રોજ દલિતોએ ભારત બંધ વિરુદ્ધ આજે અનામત વિરોધીઓ તરફથી ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ છે. નોકરી અને અભ્યાસમાં જાતિ આધારિત અનામતના વિરોધમાં બિહારના આરામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતરી આવ્યા છે. આરામાં 2141 ડાઉન લોકમાન્ય તિલક એક્સપ્રેસ અને 509 અપ પેસેંજર ટ્રેનને રોકવામાં આવી છે.  તેનથી બિહિયામાં શટલ અને રઘુનાથપુરમાં પટના-કુર્લા એક્સપ્રેસ ટ્રેક પર જ ઉભી છે. બીજી બાજુ જહાનાબાદમાં પણ સવારે બંધ સમર્થકોએ પટના ગયા નેશનલ હાઈવે 83ને બંધ કરી દીધો છે. બીજી બાજુ સીતામઢી જીલ્લાના રુન્નીસૈદપુર ટોલ પ્લાઝાની પાસે ટ્રક એનએચ 77 પર લાગાવીને ભારત બંધ દરમિયાન રોડને જામ કરવામાં આવ્યો છે.  NH પર વાહનોની અવરજવર એકદમ ઠપ્પ છે. 
ઉલ્લેખનીય છે કે પહેલા દલિત સંગઠનોએ 2 એપ્રિલના રોજ ભારત બંધ બોલાવી હતી. દલિતોએ આ પ્રદર્શને હિંસાનુ રૂપ લઈ લીધુ હતુ. આ પ્રદર્શનમાં 10થી વધુ લોકોનો જીવ જતો રહ્યો હતો. અગાઉની જેમ આ વખતે કોઈ મોટી ઘટના ન થાય તેથી કેન્દ્ર સરકારે સુરક્ષા વ્યવસ્થા ચાક ચૌબંધ કરવા અને હિંસા રોકવા માટે બધા રાજ્યો માટે પરામર્શ રજુ કર્યો છે.  ગૃહ મંત્રાલયે કહ્યુ કે  પોતાના વિસ્તારમાં થનારી કોઈપણ હિંસા માટે જીલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક વ્યક્તિગત રૂપે જવાબદાર રહેશે. 

જાણો દેશમાં કયા રાજ્યમાં શુ સ્થિતિ છે 
-  અનામતની વિરૂદ્ધ ભારત બંધ દરમ્યાન ભોજરપુરમાં આક્રોશિત યુવાનોને રસ્તા પર આગજની કરી ટ્રાન્સપોર્ટેશન બાધિત કરી દીધું. કટેલાંક યુવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા કે અનામત જાતિના હિસાબથી નહીં પરંતુ આર્થિક રીતે નબળા લોકોને મળવું જોઇએ જેથી કરીને તમામ વર્ગના લોકો સમાજની મુખ્યધારામાં આવી શકે. 
-  બિહારમાં NH 219ની પાસે રતવાર ગામમાં લોકોએ રસ્તા પર જામ કરી દીધો છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. ટાયરો સળગાવી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
- કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે કેન્દ્ર સરકારની એન્ટી-દલિત છબી બનતી જઇ રહી છે. તેમણે કહ્યું કે એક વર્ષમાં બધું જ બરાબર થઇ જશે, સરકાર દલિતો માટે ઘણું બધું કરી રહી છે.
- મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કેટલાંક સ્થળોએ શાળા-કોલેજો બંધ રખાઇ છે. તેમજ ઇન્ટરનેટ સર્વિસ 24 કલાક માટે બંધ કરાયા છે. 
- હિંસાની આશંકાએ રાજસ્થાનના ભરતપુરમાં 144ની કલમ લાગૂ કરાઈ છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ 144ની કલમ લગાવી દેવાઇ છે.
-  મધ્યપ્રદેશના ભોપાલ અને સાગરમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. વળી, ભીંડમાં ઇન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે, લગભગ એક અઠવાડિયા પહેલા દલિતોના ભારત બંધ દરમિયાન દેશના જુદાજુદા ભાગોમાં વ્યાપક હિંસા ભડકી હતી. આ હિંસામાં એક ડઝનથી વધુ લોકોના મોત થઇ ગયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. ગૃહ મંત્રાલયે એક અધિકારીએ કહ્યું કે મંત્રાલયે બધા રાજ્યોને એક સર્ક્યૂલર રજૂ કર્યુ છે કે, કેટલાક સમુહો તરફથી સોશ્યલ મીડિયા પર 10 એપ્રિલમાં કરવામાં આવેલી ભારત બંધની જાહેરાતને ધ્યાનમાં રાખતા આવશ્યક પગલા ભરવામાં આવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર