આ પીઠ ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ નોંધયએલ અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ 5 સભ્યોની સંવિધાન પીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એન.વી. રમણ, જસ્ટિસ ઉદય યૂ લલિત અને જસ્ટિસ ધનન્યજ વાઈ. ચંદ્રચૂડનો સમાવેશ છે.
હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ 14 અપીલ
હાલ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સાથે સંબંધિત 2.77 એકર ભૂમિ મામલે ઈલાહાબાદ હાઈકોર્ટના 30 સપ્ટેમ્બર 2010ના 2:1 ના બહુમતના નિર્ણય વિરુદ્ધ ટોચની કોર્ટમાં 14 અપીલો નોંધવામાં આવી છે.
હાઈકોર્ટે આ નિર્ણયમાં વિવાદિત ભૂમિ સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન વચ્ચે સરખા ભાવે વહેંચવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયના વિરુદ્દ અપીલ નોંધાતા ટોચની કોર્ટે મે 2011માં આવેલ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાની સાથે જ વિવાદિત સ્થળ પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો.