ફેબ્રુઆરીની શરૂઆત સાથે જ દેશના વિવિધ ભાગોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા વધારે પહોંચી ગયું છે, જેના કારણે લોકો સમય પહેલા ગરમીનો અહેસાસ કરવા લાગ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ હવામાનમાં અણધાર્યો ફેરફાર જોવા મળી રહ્યો છે.
ઠંડી ઝડપથી ઘટી રહી છે અને લોકોએ ગરમ કપડાં પેક કરવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ મહિનાના મોટાભાગના દિવસો સૂકા રહી શકે છે, જેના કારણે તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે.
મેદાની વિસ્તારોમાં તાપમાન વધી રહ્યું છે, જ્યારે પર્વતોમાં હજુ પણ ઠંડી છે. હવામાન વિભાગે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે