નવા વર્ષમાં શિયાળાએ જોર પકડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં સખત શિયાળો રહેશે. આ રાજ્યોમાં આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. મતલબ કે આગામી બે દિવસ સુધી અહીં ઠંડીનો ચમકારો રહેશે.
અહીં પણ છે ખૂબ ઠંડી
રાજસ્થાનમાં પણ ઠંડીમાં વધારો થયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. IMD અનુસાર, બુધવારે સવારે 8:30 વાગ્યે જયપુરમાં 7.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે બિકાનેર અને ચુરુમાં અનુક્રમે 7 ડિગ્રી સેલ્સિયસ અને 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ઠંડી ચાલુ છે અને ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. ઠંડીના કારણે દાલ સરોવરની સપાટી થીજી ગઈ હતી. IMDના અહેવાલ મુજબ, બુધવારે સવારે 8:30 વાગ્યે, શ્રીનગરમાં -1.5 °C, ગુલમર્ગ -2.4°C, પહેલગામ -6°C, બનિહાલ 0.4°C અને કુપવાડામાં 0.4°C નોંધાયું હતું.