આ પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે તેમનો યુએસ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યા હતા. કોંગ્રેસની બેઠકમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરુવારે સાંજે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સંસદ ભવનમાં સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પહેલગામ હુમલા પર કોઈપણ કાર્યવાહી પર વિપક્ષ સરકારની સાથે છે.
'જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવાના પ્રયાસો કરવા જોઈએ'
આ બેઠકમાં હાજરી આપ્યા બાદ બહાર આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'રક્ષા મંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા. તમામ પક્ષોએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. અમે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવાના પ્રયાસો કરવા જોઈએ.