Purnia Road Accident: સિલીગુડીથી જમ્મૂ કશ્મીર જઈ રહ્યો ટ્રક થયુ અનિયંત્રિત, આઠ મજૂરોની મોત

સોમવાર, 23 મે 2022 (09:48 IST)
પૂર્ણિયાના જલાલગઢ થાના વિસ્તારથી દાર્જિયા બાડી રાષ્ટ્રીય માર્ગ 57ની પાસે ભરેલી ટ્રક પલટી જવાથી આઠ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તે જ સમયે, પાંચ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં બે મજૂરોની હાલત નાજુક હોય વધુ સારી સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં ઈશ્વર લાલ, વાસુ લાલ, કાબા રામ, કાંતિ લાલા, હરીશ, મણિ લાલા, દુષ્મંત, એક અજાણ્યાનો સમાવેશ થાય છે. તમામ રાજસ્થાનના ઉદયપુર ખૈરવાડાના હોવાનું કહેવાય છે.
 
ઘટના સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યાની જણાવાઈ રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન તમામ મજૂરો રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક અગરતલાથી જમ્મુ-કાશ્મીર જઈ રહી હતી. ડ્રાઇવરને ઊંઘ આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. બોરવેલનો માલ ટ્રકમાં ભરેલ હતો. લોખંડની પાઈપ નીચે દબાઈ જવાથી કામદારોનું મોત થયું હતું. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. જેસીબીથી ટ્રકને સ્થળ પરથી ઉપાડી લેવામાં આવી છે. દટાયેલા મજૂરોને બચાવવામાં આવી રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર