રાફેલને લઈને PM મોદીનું વિપક્ષી દળો પર નિશાન, બોલ્યા - કૉમન સેંસનો ઉપયોગ કરો

મંગળવાર, 5 માર્ચ 2019 (12:13 IST)
સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર હુમલો બોલ્યો. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે જો દેશ પાસે રાફેલ વિમાન હોત તો 27 ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાન સાથે થયેલ હવાઈ લડાઈમાં ભારતનુ પલડુ ભારે હોત. વિપક્ષે પીએમ મોદીના આ નિવેદન પર પ્રશ્ન ઉભો કર્યો. 
 
સોમવારે ગુજરાત સ્થિત જામનગરમાં એક રેલીમાં પીએમ મોદીએ કહ્યુ કે ભારત, આતંક વિરુદ્ધ ચુપ નહી બેસે. પીએમ મોદીએ કહ્યુ કે અમે તેને જડથી ઉખાડી ફેંકીશુ. 
પીએમ મોદીએ કહ્યુ - જો રાફેલ હોત તો આ (27 ફેબ્રુઆરીની હવાઈ લડાઈ દરમિયાન)ફરક પડતો. પણ તેઓ કહે છે કે મોદી અમારી વાયુ સેનાની સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવી રહ્યા છે. કૃપયા કૉમન સેંસનો ઉપયોગ કરો. મે કહ્યુ હતુ કે જો અમારી પાસે એ સમયે રાફેલ હોત તો અમારું  કોઈપણ ફાઈટર જેટ નીચે ન પડતુ. 
 
પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કૈપ પર 26 ફેબ્રુઆરીના એયર સ્ટ્રાઈકના પુરાવાની માંગ કરનારા વિપક્ષી પાર્ટીના નેતાઓના નિવેદન પર પલટવાર કરતા મોદીએ કહ્યુ કે તેમનો ઉદ્દેશ્ય આતંકનો ખાત્મો કરવાનો હતો. 
 
પીએમ મોદીએ પુછ્યુ, 'આતંકવાદની બીમારીની જડ પડોશી દેશમાં છે. શુ આપણે આ બીમારીને તેની જડથી ઠીક ન કરવી જોઈએ ? ગુરૂ ગોવિંદ સિંહ હોસ્પિટલના એક અનેક્સી ભવન અને અહી વિવિધ અન્ય વિકાસ કાર્યોનું ઉદ્દઘાટન કર્યા પછી પીએમ મોદીએ કહ્યુ, 'ભલે જ ભારતને નષ્ટ કરવાની માંગ કરનારા લોકો બહાર છે પણ દેશ ચૂપચાપ નહી બેસે'. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર