બીજી બાજુ તેમણે કહ્યુ કે 83 એલસીએ મેળવવા માટે પણ પ્રકિયા શરૂ કરવામાં આવી છે. આ માટે હવે પ્રાઈસ નિગોસિએશન કમિટી પોતાનુ કામ કરશે. તેમણે કહ્યુ કે આવનારા સમયમાં બીજા નવા એયરક્રાફ્ટ ભારતીય વાયુસેના પાસે રહેશે. પછી જગુઆર, મિગ 29, મિરાજ 2000 જેવા લડાકૂ વિમાનોને તેની સાથે રિપ્લેસ કરી શકાશે.
બીજી બાજુ પાકિસ્તાનમાં કરવામાં આવેલ એયરસ્ટ્રાઈક દ્વારા કેટલા આતંકી માર્યા ગયા. આ સવાલ પર ધનોઆએ કહ્યુ- વાયુસેનાનુ કામ પોતાનુ ટારગેટને હિટ કરવાનુ છે. અમે એ નથી ગણતા કે ક્યા કેટલુ નુકશાન થયુ છે. જો અમારા ટારગેટ યોગ્ય નિશાના પર ન લાગ્યા હોત અને ફ્કત જંગલમાં જ બોમ્બ ફેક્યા હોત તો પાકિસ્તાન તરફથી જવાબ કેમ આવતો. કૈજુએલિટી કેટલી થઈ છે. તેનો આંકડો સરકાર જ રજુ કરી શકે છે.