ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ, અંડમાન -નિકોબારમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ

બુધવાર, 12 માર્ચ 2025 (13:50 IST)
Earthquake hits Andaman Nicobar- આજે ફરી ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આજે ભારતમાં ભૂકંપ આવ્યો છે અને નિકોબાર ટાપુઓમાં જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંગાળની ખાડીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી.
 
ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ જોવા મળ્યું હતું. જો કે બંને ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ ભૂકંપના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની પુષ્ટિ કરી છે અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર