મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 1.86 કરોડ પરિવારોને હોળીની ભેટ આપી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, ઉત્તર પ્રદેશના 1.86 કરોડ પાત્ર પરિવારોને ₹1,890 કરોડની રકમ સાથે ગેસ સિલિન્ડર રિફિલનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના લોક ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેની શરૂઆત કરી હતી.