કોરોનાનું નવું વેરિઅન્ટ 'ઓમિક્રોન'(Omicron) દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 221 લોકો તેનાથી સંક્રમિત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના સૌથી વધુ 65 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અને 54 દર્દીઓ દિલ્હીમાં મળી આવ્યા છે. ઓમિક્રોન ચેપ 14 રાજ્યોમાં ફેલાયો છે જેમાં બે ચેપ ઓડિશામાં અને ત્રણ જમ્મુ અને કાશ્મીરમાં છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા (20), કર્ણાટક (19), રાજસ્થાન (18), કેરળ (15), ગુજરાત (14) અને ઉત્તર પ્રદેશમાં (2) કેસ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં બે કેસ છે જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢમાં એક-એક કેસ છે.