અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના વધુ પાંચ કેસ નોંધાયા છે. 8 વર્ષની બાળકી સહિત 5 મહિલાઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. તમામ પાંચ મહિલાઓ છે અને તેઓ વિદેશથી આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવતાં તેઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. મકરબા વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકી અને 32 વર્ષીય મહિલા કોંગોથી, થલતેજમાં રહેતી 39 વર્ષીય મહિલા દુબઇથી, મણિનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા ટાનઝીનિયાથી જ્યારે નવરંગપુરા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા યુ.કેથી અમદાવાદ આવી હતી. અમદાવાદ શહેરના અત્યાર સુધીમાં ઓમીક્રોનના કુલ 7 કેસો નોંધાયા છે.