મનોજ તિવારીનું વિવાદિત નિવેદન - સોનિયા ગાંધીએ છઠ પૂજા કરી હોત તો રાહુલ જેવો પુત્ર ન જન્મ્યો હોત

સોમવાર, 12 નવેમ્બર 2018 (12:32 IST)
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના નિકટ આવતા જ રાજનીતિક દળો વચ્ચે જુબાની જંગ તેજ થઈ ગઈ છે. પ્રચાર પ્રસાર દરમિયાન દિગ્ગજ નેતા વિવાદિત નિવેદન આપવાથી પણ ચુકતા નથી. આ દરમિયાન દિલ્હી ભાજપા અધ્યક્ષ અને ભોજપુરી ગાયક સાસંદ મનોજ તિવારીએ પણ સોનિયા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. 
 
રવિવારે સરગુજા જીલ્લામાં પ્રચાર માટે પહોંચેલા તિવારીએ કહ્ય્ય કે તે લોકો દેશભક્ત અને બુદ્ધિમન હોય છે જેમની મા છઠપૂજા કરે છે. તેમણે સોનિયા ગાંધી પર તંજ કસતા કહ્યુ કે જો તે પણ છઠ પૂજા કરી લેતી તો તેમને પણ રાહુલ ગાંધી જેવો પુત્ર ન જન્મ્યો હોત. આ સાથે જ ભાજપા નેતાએ કહ્યુ કે મારી આ વાતને વિવાદિત ન બનાવશો. છઠ માંતાની પૂજા કરવાથી બુદ્ધિમાન બાળકો જન્મે છે. દેશભક્ત સંતાન જન્મે છે. ભ્રષ્ટ લોકો જન્મતા નથી. 
 
સીતાપુરના નર્મદાપુરમાં મીડિયા સાથે વાત કરતા તિવારીએ કહ્યુ કે આ વખતે સીતાપુર સહિત છત્તીસગઢમાં ભાજપા 60થી વધુ સીટ જીતશે. અહીથી મોદીજીના ફરીથી પીએમ બનવાનો શંખનાદ થશે.  ભાજપા નેતાએ જીલ્લામાં ત્રણ ચૂંટણી સભા કરે. ત્રણેયમાં ભાષણ સાથે પોતાના ગીતોથી ભીડને વોટમાં બદલવાની કોશિશ કરી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર