સગીર બાળક કરંટ લાગવાથી તરફડી રહ્યો હતો.. લોકો જોઈ રહ્યા હતા તમાશો.. ત્યારે એક યુવકે કૂદીને બચાવ્યો જીવ

મંગળવાર, 22 એપ્રિલ 2025 (11:13 IST)
ચેન્નઈમાં એક એવી ઘટના સામે આવી છે જેને માણસાઈ અને બહાદુરીની નવી મિશાલ રજુ કરી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરનારા એક નવ વર્ષનુ બાળક રસ્તા કિનારે જમા વરસાદના પાણીમાં કરંટની ચપેટમા આવી ગયો. પણ એક અજાણ્યા યુવક કન્નને પોતાના જીવની પરવા કર્યા  વગર એ માસૂમની જીંદગી બચાવી લીધી. આખી ઘટના નિકટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ અને હવે આ વીડિયો વાયરલ થઈ ચુક્યો છે જેમા કન્નનની હિમંત અને માનવીય સંવેદનાને દરેક કોઈ સલામ કરી રહ્યુ છે.  
electrocution rescue Chennai
ચેન્નઈમાં વરસાદ પછી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. નવ વર્ષનુ બાળક કરંટની ચપેટમા આવીને પડી ગયો હતો અને તે તડપી રહ્યો હતો બૂમો પાડી રહ્યો  હતો પણ ત્યા ઉભેલા લોકોમાં હિમંત નહોતી કે આગળ વધીને તેની મદદ કર. ત્યારે એક રસ્તે છતા યુવક કન્નને પોતાની બાઈક રોકી. પરિસ્થિતિ સમજતા તેને એક ક્ષણ પણ વિચાર્યા વગર પોતાના જીવને જોખમમાં નાખીને પાણીમાં કૂદી પડે છે. 

 
આ સ્ટોરી ફક્ત એક બાળકનો જીવ બચાવવાની નથી, માણસાઈ, સાહસ અને સંવેદનાની સૌથી સુંદર મિસાલ છે. જે હવે એક વાયરલ વીડિયો દ્વારા લોકોના દિલમાં ઉતરી રહી છે.  
 
આ મામલો ચેન્નઈના અરુંબક્કમ વિસ્તારનો છે. આ સમગ્ર ઘટના પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ  અને હવે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે ત્રીજા ઘોરણમાં ભણનારો બાળક શાળામાંથી ઘરે પરત ફરી રહ્યો છે વરસાદને કારણે પાણી જમા હતુ અને બાળક તેમાથી જ નીકળી રહ્યો છે. જેવો એ જંકશન બોક્સની પાસેથી પસાર થયો.. તેનો પગ એક તૂટેલા તાર પર પડી ગયો. 
તારમાં કરંટ હતો. એ તરત જમીન પર પડી ગયો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો . 
 
એ સમયે બાઈક પર સવાર થઈને જઈ રહેલ કન્નન નામના યુવકની નજર પડી. પહેલા કન્નનને લાગ્યુ કે બાળક લપસીને પડી ગયો હશે પણ જેવો જ તે તેની પાસે પહોચ્યો તો જોયુ કે બાળકનુ શરીર ખૂબ કંપી રહ્યુ છે. ત્યારે એ સમજી ગયો કે બાળક કરંટની ચપેટમાં છે.  
 
કન્નને પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં ઉતરીને બાળકનો જીવ બચાવવાની કોશિશ કરી. ખુદને કરંટ લાગવા છતા તેણે બાળકને પાણીમાંથી ખેંચીને બહાર કાઢ્યો. ત્યારબાદ તેણે સ્થાનીક લોકોની મદદથી બાળકને પ્રાથમિક ઉપચાર આપ્યો અને તરત હોસ્પિટલ પહોચાડ્યો. 
 
કન્નને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે મને મારા જીવની ચિંતા નહોતી. જો મે તેને ન બચાવ્યો હોત તો હુ જીંદગીભર ચેનથી રહી  ન શકતો. એક માણસનો જીવ બચાવવો સૌથી જરૂરી હતો.  
 
કન્નને કહ્યુ કે મે મદદ માટે લોકોને આવાજ આપ્યો. પણ કોઈ આગળ ન આવ્યુ પછી મે પાસે જઈને જોયુ તેને સ્પર્શ કર્યો તો મને પણ વીજળીનો ઝટકો લાગ્યો.. પણ છતા પણ મે તેને ખેંચી લીધો ત્યારબાદ અમે તેની છાતી દબાવ ઈ જેથી તે શ્વાસ લઈ શકે. પ્રાથમિક ઉપચાર આપ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા. અહી ભયની કોઈ વાત નહોતી. મારો જીવ કે તેનો જીવ.. તેનાથી કોઈ ફરક નથી પડતો. આ બહાદુરી માટે લોકો કન્નન ના ખૂબ વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને રિયલ હીરો બતાવી રહ્યા છે અને તેની માણસાઈને સલામ કરી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર