મોદી સાથે વાતચીત અને રાત્રિભોજન
વડા પ્રધાન મોદી સોમવારે સાંજે 6:30 વાગ્યે તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે વાન્સ અને તેમના પરિવારનું સ્વાગત કરશે. આ પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઔપચારિક વાતચીત થશે. ચર્ચાનો મુખ્ય ફોકસ વેપાર કરાર, ડિજિટલ સહકાર, નવીનતા, લશ્કરી ભાગીદારી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન પર રહેશે.