આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડશે
અરુણાચલ પ્રદેશમાં 22મીથી 24મી એપ્રિલ સુધી ભારે વરસાદ થશે, આસામ અને મેઘાલયમાં 22મી એપ્રિલે ભારે વરસાદ પડશે. કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ, કેરળ આગામી 5 દિવસ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી,
તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતું
IMDએ રાજસ્થાનમાં હીટવેવ માટે એલર્ટ જાહેર કર્યું છે. નાગપુરના સોનેગાંવમાં શનિવારે મહત્તમ તાપમાન 44.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, હરિયાણા, તેલંગાણા, રાયલસીમા, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુમાં 36 થી 40
ડિગ્રી વચ્ચે પારો નોંધાયો હતો. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કેરળ, તટીય કર્ણાટક, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં પારો 36 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યો હતો.