ગુજરાતના 9 જિલ્લામાં હવામાનમાં મોટો ફેરફાર, લોકોને ગરમીથી મળશે રાહત

સોમવાર, 21 એપ્રિલ 2025 (08:19 IST)
Weather updates Gujarat- ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ધૂળની ડમરીઓની આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ સુધી ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. આગામી સાત દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી. 21મી એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે.
 
ALSO READ: Ahmedabad Waqf land - વકફ જમીન પર બનેલી દુકાનો અને મકાનોનું 17 વર્ષથી ભાડું વસૂલવા બદલ 5 ની ધરપકડ
 
આગામી બે દિવસ હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ધૂળની ડમરીઓની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

ALSO READ: રોહિત શર્માની ઘુરંઘાર પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષ પછી CSK ને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં લગાવી છલાંગ
આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI 270ને પાર કરે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાત પર નજર કરીએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે વિસ્તારોમાં ધૂળની ડમરીઓ જોવા મળશે, આ ઉપરાંત 20 એપ્રિલે બપોર બાદ રાધનપુર, પાટણના ભાગો, વિરમગામ વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રાના ઉત્તર ગુજરાતના ભાગોળે ધૂળની ડમરીઓ જોવા મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર