ગોધરા 'વકફ કાયદાનું સમર્થન કરનાર' દાઉદી વોહરા સમાજ ના બહિષ્કારની માંગણી કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા
રવિવાર, 20 એપ્રિલ 2025 (12:29 IST)
ગોધરાના કેટલાક વિસ્તારોમાં વકફ કાયદા અનુલક્ષીને દાઉદી વોહરા સમાજના ધંધાકીય અને અન્ય પ્રવૃત્તિઓના બહિષ્કારની માંગણી કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
આ પોસ્ટરો ગોધરાના જહુરપુરા, ગુહ્યા મોહલ્લા અને પોલેન બજાર વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે.
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "દાઉદી, જે વકફ સંશોધન બિલનું સમર્થન કરે છે અને શરિયા વિરોધી છે, ગોધરા મુસ્લિમ સમુદાય વ્હોરા સમુદાયનો સખત વિરોધ કરે છે. વ્હોરા સમાજની દુકાનોમાંથી કંઈપણ ખરીદવું જોઈએ નહીં."
અન્ય એક પોસ્ટરમાં 'દાઉદી વ્હોરા બિઝનેસનો બહિષ્કાર કરો' પણ લખવામાં આવ્યું છે.
ગોધરાથી બીબીસીના સાથી દક્ષેશ શાહે આપેલી માહિતી મુજબ આ પોસ્ટરો ગઈકાલે રાત્રે લગાવવામાં આવ્યા હતા. આવ્યો અને હવે તેને ઉતારી લેવામાં આવ્યો છે. પોસ્ટર લગાવનારા લોકોએ અને દાઉદી વ્હોરા સમુદાયના લોકોએ આ મામલે કંઈપણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દાઉદી વ્હોરા સમુદાયના સભ્યોએ વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી. તેમણે વકફ કાયદા માટે તેમનો આભાર માન્યો અને આ કાયદાને સમર્થન આપ્યું.