Jharkhand News: અંકિતાને પેટ્રોલ છાંટીને સળગાવવામાં મદદ કરનાર બીજો આરોપી છોટુની ધરપકડ, શાહરૂખ પહેલાથી જ જેલમાં

મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (09:28 IST)
Jharkhand News:  ઝારખંડના દુમકામાં અંકિતાના મોત બાદ ભારે વિરોધ અને પ્રદર્શનો વચ્ચે હત્યા કેસમાં બીજા આરોપી નઈમ ઉર્ફે છોટુ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ કરતા દુમકા એસપી અંબર લાકરાએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીને દુમકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી શાહરૂખની ધરપકડ કરી લીધી છે.
 
દુમકાની પોલીસ અધીક્ષક અંબર લકડાએ જણાવ્યું હતું કે યુવતીનું રવિવારે સવારે 2.30 વાગ્યે રાંચીના રિમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ યુવતી અંકિતાના મૃતદેહને દુમકા લાવવામાં આવશે.  તેણે જણાવ્યુ કે યુવતીના જેરૂવાહીડ મોહલ્લામા સ્થિત ઘરે સુરક્ષાના વ્યાપક વ્યવસ્થા કરી છે. જણાવીએ કે 23 ઓગસ્ટને શાહરૂખએ એકતરફા પ્રેમમાં અસફળ થતા પાડોશના વેપારી સંજીવ સિંહની 19 વર્ષીય દીકરી અંકિતા પર મોડી રાત્રે સૂતા સમયે બારીથી પેટ્રોલ નાખી આગ ચાંપી દીધી હતી તેમાં તે 90 ટકા બળી ગઈ હતી. 
 
પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ અંકિતાને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર