નોઈડાના સેક્ટર 93માં આવેલી સુપરટેક એમેરાલ્ડ સોસાયટીમાં ભ્રષ્ટાચારના પાયા પર બનેલા ટ્વિન ટાવર આજે થોડા કલાકો પછી તોડી પાડવામાં આવશે. આ ટાવરોને તોડી પાડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં એમરાલ્ડ કોર્ટ અને એટીએસ ગ્રીન સોસાયટીના તમામ 1396 ફ્લેટ સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યા છે.