જય દવેએ પોતાના ટ્વીટમા લખ્યુ, નરેન્દ્ર મોદી જી અમે તમારે કારણે લગ્નના બંધનમાં બંધાયા છીએ. મે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા સમર્થનમાં કોમેંટ કરી અને આ સુંદર યુવતીએ કોમેંટને લાઈક કરી. અમે વાત કરી. એકબીજાને મળ્યા અને જોયુ કે અમે બંને તમારુ સમર્થન કરીએ છીએ. કારણ કે અમે ભારતના માટે જીવવા માંગીએ છીએ. તેથી અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ ટ્વીટના આવ્યા પછી જય ને શુભેચ્છાઓ મળવી શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ જયને ટ્રોલ પણ કર્યો.
જો કે ત્યારબાદ જયે પોતાનુ ટ્વીટ ડિલીટ કરી નાખ્યુ. જો કે જયે પછી ટ્વીટનો ફોટો પોસ્ટ કર્યો. અને લખ્યુ, મે કંઈક બીજુ ડિલીટ કરવા માંગતો હતો પણ ભૂલથી તે ટ્વીટ ડિલિટ થઈ ગયુ. ત્યારબાદ એક વધુ ટ્વીટ કરી જયે લખ્યુ, મિડિયા અને સોશિયલ મીડિયામાં એક ગેરસમજ છે કે મે ટ્રોલ થવાના ડરથી તે ટ્વીટ ડિલીટ કર્યુ છે.