George Fernandes Dies - પૂર્વ રક્ષા મંત્રી જોર્જ ફર્નાડિસનુ નિધન, PM મોદીએ બતાવ્યો શોક

મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (10:53 IST)
પૂર્વ રક્ષા મંત્રી જોર્જ ફર્નાડિસ (geaorge fernandis dies)નુ લાંબી બીમારી પછી મંગળવારે નિધન થઈ ગયુ. તેમના પરિવારના સાથે જોડાયેલ સૂત્રો એ આ માહિતી આપી. તેઓ 88 વર્ષના હતા. ફર્નાડિસ અલ્માઈમર બીમારીથી પીડિત હતા અને તાજેતરમાં તેમણે સ્વાઈન ફ્લૂ થઈ ગયો હતો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ફર્નાંડિસ મંત્રી હતા.  
 
જોર્જ ફર્નાડિસના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમાણે ટ્વીટ કર્યુ, જોર્જ સાહેબે ભારતના રાજનીતિક નેતૃત્વનું સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કર્યુ. નિડર, ઈમાનદાર અને દૂરદર્શી. તેમણે આપણા દેશ માટે એક મહત્વપૂર્ણ યોગાઅન આપ્યુ. તેઓ ગરીબો અને હાશિયેના અધિકારેઓ માટે સૌથી પ્રભાવી અવાજોમાંથી એક અહ્તા.  તેમના નિધંનથી દુ:ખી છુ. 
 
ઉલ્લેખનીય છે કે જોર્જ ફર્નાડિસ રાજ્યસભા અને લોકસભાના સભ્ય પણ રહી ચુક્યા હતા. તેમણે સમતા પાર્ટીની સ્થાપના કરી હતી. રક્ષા મંત્રી ઉપરાંત સંચાર મંત્રી, ઉદ્યોગમંત્રી રેલમંત્રી વગેરે જેવા મહત્વના મંત્રાલયોનો પણ કાર્યભાર સંભાળી ચુક્યા હતા. 
 
જોર્જ ફર્નાડિસ ચૌદમી લોકસભામા6 મુજફ્ફરપુરથી જનતા દળ (યૂનાઈટેડ)ના ટિકિટ પર સાંસદ પસંદ કરાયા હતા. તેઓ 1998 થી 2004 સુધીની રાષ્ટ્રીય રાજતાંત્રિક ગઠબંધનની કેન્દ્રીય સરકરમાં રક્ષા મંત્રી હતા. તેઓ 1967 થી 2004 સુધી 9 લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા. 
 
ઓલ ઈંડિયા રેલવેમેન ફેડરેશનના અધ્યક્ષના પદ પર રહેતા તેમને 1974માં રેલવેમાં હડતાલ કરાવી. 1975મા6 ઈમરજેંસી દરમિયાન એ સમયના પીએમ રહેલા ઈન્દિરા ગાંધીને પડકાર આપ્યો. ત્યારબાદ 1976માઅં તેમણે વડોદરા ડાયનામાઈટ કેસમાં ધરપકડ કરવામાં આવ્યા.  1977 લોકસભા ચૂંટણીમાં તેઓ જેલમાં રહેતા જ તેમણે બિહારથી મુજફ્ફરપુર સીટ જીતી અને તેમને કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા.  પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અમેરિકન કંપની આઈબીએમ અને કોકાકોલાને રોકાણ નિયમોના ઉલ્લંઘન કરવા પર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર