Vaishno Devi Temple - વૈષ્ણોદેવી મંદિરમા ભગદડ મચી, અત્યાર સુધીમાં 12 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

શનિવાર, 1 જાન્યુઆરી 2022 (10:18 IST)
Vaishno Devi Temple Stampede: જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir) નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભગદડના  સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આ દુર્ઘટનાને  કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે  જ્યારેકે  13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે . અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ (Trikuta Hills) પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની  છે. 
 
 
હેલ્પલાઈન નંબર જાહેર 
 
સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબરો- 01991-234804, 01991-234804; PCR રિયાસી - 9622856295, DC ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમ નંબર - 01991-245763, 9419839557 પર ફોન કરીને મૃતકો અને ઘાયલોની માહિતી મેળવી શકાશે.

અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે. દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સ્થળ પર હાજર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો મૃત મળી આવ્યા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘાયલોને માતા વૈષ્ણો દેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાય ઘાયલોની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.
 
મૃતકોમાં દિલ્હીના લોકો પણ સામેલ 
જમ્મુ અને કાશ્મીરના કટરા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં ભાગદોડને કારણે 12 લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે. આ મામલે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. તેમજ યાત્રા રોકી દેવામાં આવી છે. પીએમઓ વતી, ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે નાસભાગમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર