Heavy Rain In Central China - ચીનમાં ભારે વરસાદથી રસ્તા પર ભરાયા પાણી, 12 લોકોના મોત

બુધવાર, 21 જુલાઈ 2021 (21:33 IST)
ચીનના મધ્ય હેનન શહેરમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. પૂરને કારણે અત્યાર સુધી 12 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે. આ સાથે જ કેટલાક  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાને કારણે લગભગ એક લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે
 
રાજ્યની સમાચાર એજન્સી 'સિન્હુઆ' ના સમાચાર મુજબ, હેનાનના હવામાન વિભાગે જણાવ્યું છે કે  રાજધાની ઝેંગઝુમાં મંગળવારે સાંજે 4 થી 5 દરમિયાન રેકોર્ડ 201.9 મીમી વરસાદ થયો હતો. મંગળવારે, ઝેંગઝોઉ શહેરમાં 24 કલાકમાં સરેરાશ 457.5 મીમી વરસાદ પડ્યો. હવામાન વિભાગના અત્યાર સુધીના રેકોર્ડ મુજબ આ એક દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે.
 
વરસાદ અને પૂરથી જનજીવન ખોરવાયુ 
 
રિપોર્ટ મુજબ ઘણા સ્થળોએ પાણી ભરાવવાના કારણે શહેરમાં ટ્રાફિક અટવાયો છે. રસ્તા પર એટલુ પાણી ભરાયુ છે કે ગાડીઓ નદીમાં તરી રહી હોય એવુ લાગે છે.  માર્ગ અને હવાઈ માર્ગો અવરોધિત છે. 80 થી વધુ બસ સેવાઓ સ્થગિત કરવી પડી હતી, 100 થી વધુ રૂટ ડાયવર્ટ કરાયા હતા અને 'સબવે' સેવાઓ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. વરસાદનું પાણી શહેરની 'લાઈન ફાઇવ' સબવે ટનલમાં ઘુસી ગયુ જેના કારણે એક ટ્રેનમાં ઘણા મુસાફરો અટવાય ગયા. 

 
250 થી વધુ ફ્લાઇટ્સ થઈ કેન્સલ 
 
પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડના જવાનો અને અન્ય સ્થાનિક પેટા જિલ્લા કર્મચારી સ્થળ પર બચાવ કાર્યમાં લાગ્યા છે. . 'સબવે' માં પાણી ઓછુ થઈ રહ્યુ છે અને મુસાફરોસલામત છે. ઝેંગ્ઝોઉડોંગ રેલ્વે સ્ટેશન પર 160 થી વધુ ટ્રેનો રોકવામાં આવી. ઝેંગઝોઉ એરપોર્ટ પર શહેરમાં આવનારી જનારી 260 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.  સાથે જ સ્થાનિક રેલ્વે અધિકારીઓએ કેટલીક ટ્રેનો પણ બંધ કરી દીધી છે અથવા તેમનો સમય બદલ્યો છે.

 
ભારે વરસાદની  સંભાવના 
 
વાવાઝોડાથી પ્રભાવિત શહેરમાં કેટલાક સ્થળોએ વીજળી અને પીવાના પાણીની સેવાઓ પણ બંધ છે.  હવામાનશાસ્ત્રના હેનન પ્રાંતીય અને ઝેંગઝો મ્યુનિસિપલ બ્યુરોએ હવામાન શાસ્ત્રના વિપદા માટેના કટોકટીની પ્રતિક્રિયાનુ સ્તર વધારીને એક કર્યું છે. બુધવારે રાત સુધી હેનાનમાં ભારે વરસાદની સંભાવના છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર