ભારતને જલ્દી જ સોંપવામાં આવશે મુંબઈ હુમલાનો માસ્ટરમાઈંડ તહવ્વુર રાણા

બુધવાર, 21 જુલાઈ 2021 (17:27 IST)
જો બાઈડન પ્રશાસને કૈલિફોર્નિયામાં એક સંઘીય કોર્ટને પાકિસ્તાની મૂળના કનાડાઈ વેપારી તહવ્વુર રાણાને ભારત પ્રત્યર્પિત કરવાનો અનુરોધ કર્યો છે. રાણા 2008ના મુંબઈ આતંકી હુમલામાં સંડોવણીને લઈને ભારતમાં વોન્ટેડ છે. 59 વર્ષીય રાણાને ભારતે ભગોડો જાહેર કર્યો છે.  ભારતમાં તે 2008ના મુંબઈ આતંકી હુમલામાં પોતાની સંડોવણીને માટે અનેક આરોપોનો સામનો કરી  રહ્યો છે.  હુમલામાં 6 અમેરિકી સહિત 166 લોકોના મોત થયા હતા. રાણાને ભારતના પ્રત્યર્પણ અનુરોધ પર 19 જૂન 2020ના રોલ લૉસ એંજિલિસમાં ફરીથી ધરપકડ કરાયો હતો 
 
લોસ એન્જલસમાં કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ રજૂઆતમાં, યુએસ સરકારે દલીલ કરી છે કે ભારતે રાણાના પ્રત્યાર્પણની અરજી માટે પુરાવા આપ્યા છે.
 
ગયા અઠવાડિયે અમેરિકી વકીલે કોર્ટમાં રજૂ કરેલા પોતાના મસૌદા પ્રસ્તાવમાં કહ્યુ, "એ જોવા મળ્યુ છે કે પ્રત્યર્પણના પ્રમાણીકરણ માટે બધી જરૂરિયાતને પુરી કરવામાં આવી છે.  કોર્ટે વિદેશમંત્રીને તહવ્વુર હુસૈન રાણના પ્રત્યર્પણ માટે અધિકૃત કરે છે અને તેને કસ્ટડીમાં મોકલે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર