રાજસ્થાનમાં ભીષણ અકસ્માત - કરણી માતાના દર્શન કરીને પરત ફરી રહેલ MPના 12 લોકોના મોત, 12 સીટર જીપમાં 18 લોકો !

મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (10:58 IST)
રાજસ્થાનમાં નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે મંગળવારે સવારે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 12 લોકોના મોત થયા છે, 6 ની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ત્યારબાદ લાંબો હાઇવે જામ છે. તમામ મૃતકો એમપીના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.
 
જીપ ઓવરલોડ હતી

બતાવાય રહ્યું છે કે 12 સીટર જીપમાં 18 લોકો સવાર હતા. આ બધા રામદેવરાના દર્શન કર્યા બાદ દેશનોક કરણીમાતાના દર્શન કરીને મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. આ દરમિયાન નાગૌરથી નોખા તરફ જઈ રહેલ ટ્રેલરે ટક્કર મારી હતી. 
 
કહેવામાં આવી રહ્યું છે કે સામેથી આવતા ટ્રેલરે જીપને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ઘણા લોકોના મૃતદેહ જીપમાં જ ફસાયેલા રહ્યા હતા. અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર