Mahbooba Mufti Daughter : હિન્દુત્વ એક બીમારી, ભગવાન રામને શરમ.... મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજાના બગડ્યા બોલ પર ગરમાયુ રાજકારણ

સોમવાર, 9 ડિસેમ્બર 2024 (13:03 IST)
- પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજા મુફ્તીએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે.  તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ એક્સ પર હિન્દુત્વનો  ઉલ્લેખ કરતા અપમાનજનક ટિપ્પણી કરી છે. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. તેમણે એક વીડિયો શેયર કર્યો અને લખ્યુ કે ભગવાન રામને શરમ આવી રહી હશે.. અને હિન્દુત્વને તેમણે બીમારી બતાવી. 
 
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ઈલ્તિજા મુફ્તી બે સીટો પર ચૂંટણી લડી હતી અને તેને બંને સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો. ઈલ્તિજા મહેબૂબા મુફ્તીની પુત્રી છે અને આ વખતે તે પહેલાવાર રાજકારણના મેદાનમાં ઉતરી હતી. 

 
મહેબૂબા મુફ્તીની પુત્રીએ શુ લખ્યુ 
ઈલ્તિજા મુફ્તીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યુ,  આ બધુ જોઈને ભગવાન રામ પણ બેબસી અને શરમથી માથુ નમાવી લીશે કે તેમના નામનો ઉપયોગ કરીને સગીર મુસ્લિમ બાળકોને માત્ર એ માટે ચપ્પલોથી મારવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે રામનુ નામ લેવાનો ઈનકાર કર્યો.  હિન્દુત્વ એક બીમારી છે જેનાથી લાખો ભારતીયોને પ્રભાવિત કર્યા છે અને ભગવાનના નામને કલંકિત કર્યુ છે. 
 
શુ છે આ વીડિયો જેના પર ઈલ્તિજાએ લખી પોસ્ટ 
ઉલ્લેખનીય છે કે શિરીન ખાન નામના એક યૂઝર તરફથી એક્સ પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે જેમા લખવામાં આવ્યુ હતુ, મુસ્લિમ સગીર છોકરાઓ પર કૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો અને તેમને જય શ્રી રામ બોલવા માટે મજબૂર કરવા કરવામાં આવ્યા. આ અપરાદિઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ ?  જો કે આ વીડિયોની પુષ્ટિ થઈ નથી કે આ સાચો છે કે ખોટો.  
 
મધ્યપ્રદેશનો વાયરલ વીડિયો 
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં એક છોકરો ચપ્પલોથી સગીરને મારી રહ્યો છે અને રડતા રડતા બાળકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે  આ વીડિયો મધ્યપ્રદેશના રતલામ જીલ્લાનો છે. પણ આ વીડિયોની સાચો છે કે ખોટો તેની પુષ્ટિ અમે નથી કરી રહ્યા. ન આ વીડિયોની ટાઈમિંગને લઈને કોઈ ચોખવટ થઈ નહી કે આ વીડિયો ક્યારનો છે. 
 
બીજી બાજુ ઇલ્તિજા મુફ્તીના નિવેદન પર રાજકારણ શરૂ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેમના પર નિશાન સાધ્યું છે. તેમનું નિવેદન ખોટું હોવાનું કહેવાય છે.
 
સ્ટાલિનના પુત્રએ પણ કહ્યુ હતુ હિન્દુત્વ બીમારી 
આ પહેલા તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિને હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપીને રાજકીય વિવાદને જન્મ આપ્યો હતો. ગયા વર્ષે ચેન્નાઈમાં આયોજિત કોન્ફરન્સમાં બોલતા તેમણે કહ્યું હતું કે, જેમ આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાવાયરસને ખતમ કરવાની જરૂર છે, તેવી જ રીતે સનાતનને પણ ખતમ કરવાની જરૂર છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, પરંતુ તેને ખતમ કરી દેવો જોઈએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર