ઑસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મૅચમાં ભારતને દસ વિકેટથી હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર'

રવિવાર, 8 ડિસેમ્બર 2024 (17:14 IST)
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમે ભારતને દસ વિકેટથી હરાવી દીધું છે. આ સાથે સિરીઝ એક-એકની બરાબરી પર પહોંચી ગઈ છે.
 
એડિલેડમાં રમાયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં 19 રનનું લક્ષ્ય મળ્યું હતું, જે યજમાન ટીમે સરળતાથી પાર કરી લીધો.
 
ટૉસ જીતીને બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 180 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમે 337 રન બનાવ્યા હતા.
 
ઑસ્ટ્રેલિયા તરફ ટ્રેવિસ હેડે સદી નોંધાવતા 140 રન બનાવ્યા, જેના દમ પર યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
 
બીજી તરફ બીજી ઇનિંગ રમવા ઊતરેલી ભારતીય ટીમની બેટિંગ નિરાશાજનક રહી હતી. મહેમાન ટીમે બીજી ઇનિંગમાં 175 રન બનાવ્યા અને ઑસ્ટ્રેલિયાને માત્ર 19 રનનું લક્ષ્ય આપ્યું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર