J&K: બારામૂલા જીલ્લામાં ભીષણ આગમાં અનેક ઘર બળીને થયા ખાખ, આર્મીએ અડધી રાત્રે 2 વાગે કર્યો કંટ્રોલ

શુક્રવાર, 11 જૂન 2021 (11:22 IST)
જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)માં બારામૂલા જીલ્લા (Baramulla district)ના નૂરબાગ વિસ્તારમાં ગુરૂવાર-શુક્રવારની રાત્રે આગ લાગવાથી અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા. આર્મીએ આ ઘટનાની માહિતી મળતા તરત જ રિસ્પોંસ આપ્યો અને ઘટનાસ્થળ પહોચીને આગને કાબુમાં લીધી. સેનાએ રાત્રે 2 વાગે આ આગ પર કાબુ મેળવ્યો. 

 
જમ્મુ કાશ્મીરના બારામૂલા જીલ્લાના નૂરબાગમાં આગ લાગવાની ઘતના.  આ દુઘટનામાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા અને 170-200 લોકો પ્રભાવિત થયા છે. 
 
સેનાના પ્રવક્તાએ કહ્યુ, ગઈકાલે રાત્રે ઈંડિયન આર્મીએ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જીલ્લાના નૂરબાગમાં આગ લાગવાની ઘટનાને તરત  રિસ્પોંસ કર્યો અને આગ પર કાબુ મેળવ્યો. હજુ મદદનુ કામ ચાલુ છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એક જવાન ક્ષતિગ્રસ્ત મકાનમાં પ્રવેશ કરી આગને કાબૂમાં રાખતા જોઇ શકાય છે.

પોતાના જીવની પરવા કર્યા વિના, જવાન હાથમાં પાણીની પાઇપ લઇને ઘરમાં પ્રવેશી રહ્યો છે, જ્યારે તેના સાથીઓ તેને બહારથી માર્ગદર્શન આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં, અન્ય જવાનો સ્પષ્ટ કહેતા સંભળાય રહ્યા છે. "ઘુસી જા કોઈ સમસ્યા નથી. તારુ માથુ સાચવજે કંઈ પડે નહી". ભારતીય સેનાએ માહિતી આપી કે આ આગમાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા છે અને કુલ 170-200 લોકો પ્રભાવિત થયા છે..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર