J&K આતંકીઓની ગોળીથી દાદાનો ગયો જીવ, માસૂમને સંભાળતા જવાનનો ફોટો થયો વાયરલ

બુધવાર, 1 જુલાઈ 2020 (15:40 IST)
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર આતંકીઓ હુમલો કર્યો હતો. તેમાં સીઆરપીએફ 179 બટાલિયનના હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે. જ્યારે એક વયોવુદ્ધ નાગરિરકની પણ ગોળી લાગવાથી મોત થઇ છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક માર્મિક તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. ગોળીવારીની વચ્ચે સીઆરપીએફનો એક જવાને બાળકની જીવ બચાવી તેને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યો છે.
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ બાળકની ઉંમર ખાલી 5 વર્ષની છે. અને તે પોતાના દાદાની સાથે વૉક પર નીકળ્યો હતો. અને અચાનક જ ગોળીબારી શરૂ થઇ ગઇ. ગોળી લાગવાથી બાળકના દાદાની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ. સોશિયલ મીડિયામાં આ બાળકની અનેક તસવીરો શેર કરવામાં આવી રહી છે.
 
બાળક દાદાની પાસે બેઠો રડી રહ્યો છે
 
એક ફોટોમાં દેખાય છે કે બાળક લોહીથી લથબથ છે અને તે પોતાના દાદાજીની પાસે બેઠો છે. ગોળીઓના અવાજ અને દાદાની મોતથી તે ખૂબ જ ડરેલો છે. અને જોર જોરથી રડી રહ્યો છે. આ વીડિયોમાં પણ જોવાય છે કે બાળકને જવાને તરત જ પોતાના ખોળામાં લઇ લીધો અને તેને સમજાવીને તેને ઘટના સ્થળેથી દૂર લઇ જઇ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર