Good News - હિમાલયમાં મળી ગઈ કોરોનાની સંજીવની બુટી
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (00:29 IST)
ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેંસ જાળવવું અને વેક્સીન લેવી એ સંક્રમણથી બચવાનો એકમાત્ર ઉપાય માનવામાં આવી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ કોરોનાની દવા આવી શકે છે, જે કોરોના દર્દીઓ માટે કોઈ જડીબુટ્ટીથી ઓછી નહી હોય.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) મંડી અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી (ICGEB)ના રિસર્ચોએ હિમાલયની પહાડીઓમાં મળી આવેલા છોડમાં કોરોનાનો ઈલાજ શોધી કાઢ્યો છે. ચાલો જાણીએ કે આ છોડ આપણને કોરોનાથી બચાવવામાં કેટલો અસરકારક સાબિત થઈ શકે છે.
બુરાંશના છોડમાંથી મળી કોરોનાની જડીબુટ્ટી
વૈજ્ઞાનિકોના મતે, બુરાંશનો
છોડ (રોડોડેન્ડ્રોન આર્બોરિયમ) આપણને કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે છે. તેના ફૂલોની પાંખડીઓમાં હાજર ફાયટોકેમિકલ નામનું તત્વ કોરોનાને વધતા અટકાવે છે. આ રસાયણમાં કેટલાક એવા એન્ટિ-વાયરલ ગુણો છે, જેના કારણે વાયરસ તેમની સામે ટકી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે બુરાંશનો છોડ મોટાભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં જોવા મળે છે. સ્થાનિક લોકો પહેલાથી જ પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે તેની પાંખડીઓના રસનો ઉપયોગ કરતા આવ્યા છે.
આ છોડ શરીરમાં કોરોના સંક્રમણનો ફેલાવો થતા કેવી રીતે અટકાવે છે?
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજીના ડૉ. રંજન નંદા કહે છે કે બુરાંશના ફાયટોકેમિકલ્સ શરીરમાં બે રીતે કામ કરે છે. સૌપ્રથમ, તેઓ કોરોનામાં જોવા મળતા એન્ઝાઇમ સાથે જોડાય છે, જે વાયરસને પોતાનો ડુપ્લિકેટ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે આપણા શરીરમાં જોવા મળતા ACE-2 એન્ઝાઇમ સાથે પણ જોડાય છે. વાયરસ ACE-2 એન્ઝાઇમ દ્વારા જ આપણા શરીરમાં પ્રવેશ કરે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ફાયટોકેમિકલની આ જોડાવાની પ્રક્રિયાને કારણે, કોરોના વાયરસ આપણી બોડીના સેલ્સ (કોશિકાઓ)ને ઈંફેક્ટ નથી કરી શકતો અને સંક્રમણના ખતરાને ટાળી શકાય છે. મંડી IITના પ્રોફેસર ડૉ. શ્યામ કુમાર મસકપલ્લી કહે છે કે તેમને આશા છે કે બુરાંશ પ્લાન્ટથી કોરોનાની સારવાર શક્ય બનશે. તેમની ટીમ હિમાલયમાં મળી આવતા અન્ય ઔષધીય વનસ્પતિઓમાં પણ કોરોનાનો ઈલાજ શોધી રહી છે.
બુરાંશ પાંખડીઓના અન્ય ફાયદા
બુરાંશના ફૂલમાંથી બનાવેલ શરબત હૃદયના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ પાંખડીઓનો ઉપયોગ શરદી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને તાવમાં રાહત મેળવવા માટે થાય છે. સ્થાનિક લોકો તેનો ઉપયોગ સ્ક્વોશ અને જામ બનાવવા માટે કરે છે. ઉપરાંત, તેની ચટણી હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.
ઉત્તરાખંડનું રાજ્ય વૃક્ષ છે બુરાંશ, ખૂબ જ માન્યતા છે આની
બુરાંશ વૃક્ષ સમુદ્ર સપાટીથી 1500-3600 મીટરની ઉંચાઈ પર જોવા મળે છે. તે ઉત્તરાખંડનું રાજ્ય વૃક્ષ છે અને તે ત્યાંના સ્થાનિક સમુદાયમાં ખૂબ જ જાણીતુ છે. માર્ચ-એપ્રિલ મહિનામાં તેના પર લાલ ફૂલો ખીલે છે. બુરાંશના ફૂલોને સામાન્ય રીતે બ્રાસ, બુરાસ અથવા બરાહના ફૂલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત ઉપરાંત તે પાકિસ્તાન, ચીન, નેપાળ, થાઈલેન્ડ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે. શ્રીલંકામાં તેને મળવાને લોકો રામાયણમાં હનુમાનજી દ્વારા હિમાલયમાંથી સંજીવની બૂટી પર્વત લાવવા સાથે જોડે છે.