પક્ષીઓની અંતિમ યાત્રા, પક્ષીઓને માનપૂર્વક અંતિમવિધિ માટે લઈ જવાયા હતા.

સોમવાર, 17 જાન્યુઆરી 2022 (16:05 IST)
14 મી અને 15 મી તારીખે પતંગ રસિયાઓની ઉત્તરાયણની મજા તો પૂરી થઈ ગઈ પણ પર્વ દરમિયાન પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામેલા કબુતરોને અને કાગડાના જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમવિધિ થઈ. આમાં કબૂતરોની સંખ્યા સૌથી વધારે છે. 
 
ત્રણ દિવસ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોની અંદર મૃત્યુ પામેલા પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના પક્ષીઓના દેહ માંજાના કારણે અગાસીઓમાં કે વાયરો ઉપર લટકેલા જોવા મળ્યા હતા. એવા તમામ પક્ષીઓ અને નીચે ઉતારીને એકત્રીત કરી  ખાડો કરીને પક્ષીઓની અંતિમવિધિ કરાઈ હતી.
 
સુરતમાં તાપી નદીના તટ પર એક સાથે મૃતક પક્ષીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જે દ્રશ્ય જોઈને કમકમાટી સર્જાય તેવો અનુભવ થાય છે. દુઃખની લાગણી સાથે તમામ લોકોને અંતિમયાત્રા દરમિયાન ક્યારેય પતંગ ન ઉડાવવા માટે સતત અપીલ કરવામાં આવી છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર