પીએનબી કૌભાંડ -મોદી પર કોંગ્રેસનો હુમલો - દેશનો ચોકીદાર સૂતો રહ્યો અને ચોર ભાગી ગયા

શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (16:22 IST)
11400 કરોડનું કૌભાંડ કરનારા પંજાબ નેશનલ બેંક મામલે સીબીઆઈ જ્યા એકબાજુ તેના બધા આરોપીની ધરપકડ કરવામાં લાવી છે તો બીજી બાજુ સત્તારૂઢ બીજેપી અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે મામલાને લઈને આરોપ પ્રત્યારોપનો સમય ચાલી રહ્યો છે. પણ આ દરમિયાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને બીજેપી બંને પર પીએનબી કૌભાંડનો ઠીકરો ફોડતા આરોપ મઢ્યા છે. 
 
શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યુ કે ચોકીદાર સૂતા રહ્યા અને ચોર ભાગી ગયો. સમાચાર એજંસી મુજબ કપિલ સિબ્બલે કહ્યુ - અમારા દેશના જે ચોકીદાર છે તેઓ પકોડા બનાવવાની સલાહ આપી રહ્યા છે. આજની પરિસ્થિતિ એવી છે કે ચોકીદાર સૂઈ રહ્યા છે અને ચોર ભાગી ગયા છે. કપિલ સિબ્બલે આગળ કહ્યુ -પ્રધાનમંત્રી એ લોકોનો ખુલાસો કેમ નથી કરતા જે તેમની સાથે સત્તાવાર રૂપે યાત્રા પર જાય છે. શુ આ જ 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' છે.  જેની પ્રધાનમંત્રી વાત કરે છે ?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર