રોજર ફેડરરે રચ્યો ઈતિહાસ - 36 વર્ષની વયે બન્યો નંબર વન વર્લ્ડ પ્લેયર

શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (13:20 IST)
વર્ષનો પ્રથમ ગ્રેંડ સ્લૈમ ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની સાથે જ ઈતિહાસ રચનારો સ્વિટઝરલેંડના રોજર ફેડરરે એક વધુ ઐતિહાસિક કારનામુ કર્યુ છે. તાજેતરમાં જ ફેડરરે પોતાનો 20મો ગ્રૈંડ સ્લેમ જીત્યો અને હવે તે વિશ્વ રૈકિંગમાં ટોચના સ્થાન પર પહોંચનારો સૌથી વધુ વયવાળો ખેલાડી બની ગયો છે. 36 વર્ષીય સ્વિસ ખેલાડીએ રોટરડમ ઓપનના ક્વાર્ટૅર ફાઈનલમાં હોલેંડના રોબિન હાસેને  4-6, 6-1, 6-1થી હરાવ્યો. આ સાથે જ ફેડરરે પોતાના જૂના પ્રતિદ્વંદી રાફેલ નડાલને ટોચ પરથી હટાવી દીધો.  
 
આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી 20 ગ્રૈંડ સિગંલ્સ ટાઈટલ પર કબ્જો જમાવીને ફેડરરે વધુ એક રેર્કોડ પોતાના નામે કર્યો હતો. તેણે 5 વર્ષ 106 દિવસના લાંબા અંતરાલ બાદ નંબર વન બન્યો છે. છેલ્લે 2012માં નંબર વન પર હતો. પુરૂષોમાં આ એક રેર્કોડ છે. મહિલાઓમાં સૌથી લાંબા અંતરાલ બાદ નંબર વન બનવાનો રોર્કોડ ડેનમાર્કની કૈરોલિન વોજ્નિયારીના નામે છે, જે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી 6 વર્ષ બાદ નંબર વન બની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર