પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત બગડી, AIIMSમાં દાખલ કરાયા

બુધવાર, 13 ઑક્ટોબર 2021 (19:38 IST)
પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહની તબિયત મંગળવારે અચાનક બગડી ગઈ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને સતત ચેસ્ટ કંજેશનની ફરિયાદ હતી. આ પછી, તેમને તાત્કાલિક પ્રભાવથી એમ્સના સીએન ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. AIIMS ડો.મનમોહન સિંહની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવાય રહ્યુ છે, જેનું નેતૃત્વ AIIMS ના ડોક્ટર રણદીપ ગુલેરિયા કરશે.

કોંગ્રેસના સચિવ પ્રણવ ઝાએ ટ્વિટ કર્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ જીના સ્વાસ્થ્યને લઈને કેટલીક અફવાઓ ફેલાવાય રહી છે. તેમની હાલત સ્થિર છે. તેમની નિયમિત સારવાર ચાલી રહી છે. અમે જરૂર મુજબ અપડેટ્સ શેર કરીશું. અમે મીડિયામાં અમારા મિત્રોની ચિંતા માટે આભાર માનીએ છીએ.

 
મનમોહન સિંહ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત પણ  થયા હતા. તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંહને હળવો તાવ આવ્યા બાદ તપાસમાં કોરોના વાયરસ સંક્રમણ થવાની જાણ થઈ હતી.  ભૂતપૂર્વ પ્રધાનમંત્રી 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હતા. ડો.મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે.  2009 માં તેમણે AIIMS માં બાયપાસ સર્જરી કરાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર