યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનુ નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

શનિવાર, 21 ઑગસ્ટ 2021 (23:30 IST)
યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનુ શનિવારે સાંજે નિધન થઈ ગયુ. 89 વર્ષની વયમાં શનિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ અનેક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. કલ્યાણ સિંહના આરોગ્યને જોતા સૌ પહેલા તેમને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર જુલાઈના રોજ તેમની હાલત ફરીથી બગડતા તેમને પીજીઆઈમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 
 



ઉલ્લેખનીય છે કે પીજીઆઈમાં શિફ્ટ થવાના ચાર દિવસ પર તેમનુ સ્વાસ્થ્ય બગડતુ જઈ રહ્યુ હતુ. ડોક્ટર સતત તેમની દેખરેખમાં લાગ્યા હતા. આ દરમિયાન સીએમ યોગી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ સમય સમય પર પીજીઆઈ જઈને તેમના હાલચાલ પુછી રહ્યા હતા. કલ્યાણ સિંહના નિધનના સમાચાર મળતાજ ભાજપા સહિત તમામ રાજનીતિક દળોમાં શોકની લહેર દોડી ગઈ છે. 
 
રામમંદિર આંદોલનને આપી અલગ ઓળખ 
 
90ના દસકામાં ભાજપાના રામમંદિર આંદોલનને કલ્યાણ સિંહે જ જુદી ઓળખ આપી. અયોધ્યામાં વિવાદિત માળખુ પડવાની જવાબદઆરી લીધી અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામ આપ્યુ હતુ. કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી સન 1932મા% અલીગઢના અતરૌલી તહસીલના મઢૌલી ગ્રામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો. બાળપણમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાય ગયા.  કલ્યાણ સિંહે વિપરિત પરિસ્થિતિમાં ખૂબ મહેનત કરી પોતાનુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ. ત્યારબાદ અધ્યાપકની નોકરી કરી. સાથે જ તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને રાજનીતિના ગુણ પણ સીખતા રહ્યા. કલ્યાણ સિંહ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહીને ગામેગામ જઈને લોકોમાં જાગૃતતા ઉભી કરતા રહ્યા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર