મોહર્રમના દિવસે કિશોરીએ કરી આત્મહત્યા, મરતા પહેલા માતાને પુછયુ - મોહરમના દિવસે મરવાથી જન્નત મળે છે ?

શનિવાર, 21 ઑગસ્ટ 2021 (19:11 IST)
ઈન્દોરમાં મહોરમના દિવસે એક 15 વર્ષની છોકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. છોકરીની માતાએ કહ્યું કે તેણે આવું કરતા થોડા સમય પહેલા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે- શું જેઓ ઈમામ હુસૈનની જેમ આજે મૃત્યુ પામે છે તેઓ શહીદ કહેવાશે ? શું તેઓ જન્નતમાં જશે?
 
કિશોરી રાબિયાની માનું કહેવું છે કે તેને ખબર નહોતી કે તે શું કરવાની છે. જ્યારે તે થોડો સમય પછી રૂમમાં આવી ત્યારે તેણે કિશોરીને લટકતી જોઈ. આ પછી પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
 
કિશોરી પરિવાર સાથે રોઝા ખોલવા બેસી હતી 
 
રાવજી બજારના રહેનારા ઇકબાલ શેખે જણાવ્યું હતું કે તેઓ સમગ્ર પરિવાર સાથે મોહરમના દિવસે સાંજે રોજા  ખોલવા બેસ્યા હતા. રોજા ખોલતા પહેલા તેણે પોતાની માતા સાથે કંઈક વાત કરી. થોડીવાર પછી અમે તેને આ હાલતમાં જોઈ.  તેમણે કહ્યું કે બે દિવસ પહેલા જ તેનુ એડમિશન 11માં ધોરણમાં કર્યુ હતુ.  આ માટે તેને પુસ્તકો પણ અપાવ્યા હતા. તે ખૂબ ખુશ હતી. 
 
બહેનપણીના મોત પછી કરતી હતી વિચિત્ર વાતો 
 
તેના માતા-પિતાએ  જણાવ્યું કે એક વર્ષ પહેલા શાળાની પિકનિક પર ગયા હતા ત્યા તેની બહેનપણીનુ ઝૂલા પરથી પડી જવાથી મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ તે વિચિત્ર વાતો કરતી તો અમે તેને ઠપકો પણ આપતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર