મૉરિશસ જઈ રહેલા વિદેશમંત્રી સુષમા સ્વરાજનુ વિમાન 14 મિનિટ સુધી ગાયબ રહ્યુ

સોમવાર, 4 જૂન 2018 (10:47 IST)
વિદેશ મંત્રી સુષમા સ્વરાજને લઈને ત્રિવેન્દ્રમથી મૉરીશસ જઈ રહેલ વીવીઆઈપી વિમાન મેઘદૂતનો  શનિવારે થોડીવાર માટે દુનિયા સાથેનો સંપર્ક કપાય ગયો હ અતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સુષમાને લઈને જઈ રહેલ એમ્બ્રાયર 135 લીગેસી નો સંપર્ક મૉરીશસમાં પ્રવેશ કર્યા પછી મૉરીશિયન હવાઈ વિભાગ નિયંત્રણ સાથે થોડીવાર માટે તૂટી ગયો. 
 
એયરપોર્ટ ઑથોરિટી ઈંડિયા(એએઆઈ) ના એક સીનિયર અધિકારી જણાવ્યુ કે એટીસી સામાન્ય રીતે સમુદ્રી એયરસ્પેસની ઉપર 30 મિનિટ સુધી રાહ જોયા પછી વિમાનના ગાયબ હોવાનુ એલાન કરી દે છે.  સુષમા સ્વરાજના વિમાને જ્યારે મૉરીશસના એયરસ્પેસમાં પ્રવેશ કર્યો તો ત્યાના એટીસી સાથે લગભગ 12 મિનિટ સુધી સ્વરાજના વિમાનનો સંપર્ક ન થઈ શક્યો.  ત્યારબાદ મૉરીશસ ઑથરિટીએ ઈમરજેંસી એલાર્મ બટન દબાવ્યુ. 
જ્યારે બીજી બાજુ વિદેશ મંત્રાલયે આ મામલે જાણકારી હોવાનો ઈનકાર કરી દીધો છે. 
મેરેશિયસે ફરી “INCERFA” એલાર્મની જાહેરાત કરી. આ અનિશ્ચિતતાનો અર્થ એ છે કેમ, વિમાન અને તેના મુસાફરોની સુરક્ષાને લઈને કોઈ જ જાણકારી નથી. ત્યાર બાદ તેમણે ચેન્નઈ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો. આ અંતિમ ઉડાન ક્ષેત્ર હતું જેને મેઘદૂત એમ્બ્રાયર ઈઆરજ્જે 135 સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.
 
મેઘદૂત એરક્રાફ્ટે ત્રિવેંદ્રમથી સાંજે 4 વાગ્યે ઉડાન ભરી હતી. એરપોર્ટ ઓથોરિટી ઈંડિયાના જણાવ્યા પ્રમાણે ‘લોકલ એટીસીએ તેને ચેન્નઈ એફઆઈઆર (ફ્લાઈટ ઈન્ફોર્મેશન રીઝન) પાસે મોકલી આપ્યું અને ચેન્નઈએ મોરેશિયસ એફઆઈઆરને. (એક પ્લેન ઉડ્ડ્યન દરમિયાન અનેક એફઆઈઆરમાં રહે છે, જેના કારણે તે ઉડ્ડ્યન ક્ષેત્રના સંપર્કમાં રહે છે). એકવાર જ્યારે એલાર્મનો અવાજ સંભળાયો, વિમાનમાં સવાર તમામ લોકો સતર્ક બન્યા હતાં. ભારતીય એટીએસએ પણ વીએચએફ મારફતે પ્લેન સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
એરક્રાફ્ટે ઉડાન ભર્યા બાદ 4.44 વાગ્યે એલાર્મ વગાડ્યું હતું અને એરક્રાફ્ટના પાયલોટે મોરેશિયસ એટીએસનો 4.58 વાગ્યે સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તેમના જીવનમાં જીવ આવ્યો હતો. એટીસીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અનિયમિત વીએચએફ કોમ્યુનિકેશનના કારણે સમુદ્ર વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા અવાર નવાર ઉભી થતી રહે છે. ક્યારેય ક્યારેક પાયલોટ મોરેશિયસના હવાઈ ક્ષેત્રમાં સંપર્ક કરવામાં સફળ નથી થતા તો ક્યારેક ભૂલી પણ જાય છે. સમુદ્રી વિસ્તારમાં રડાર કવરેજ પણ નથી. બધુ જ વીએચએફ કોમ્યુનિકેશન પર જ નિર્ભર હોય છે. જે જગ્યાએ બીએચએફ કવરેજ સારું નથી, તેને ડાર્ક ઝોન કહેવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર