મુંબઈની 60 માળની બિલ્ડિંગમાં લાગી આગ, ગભરાટમાં 19મા માળેથી કૂદી ગયો યુવક, મોત

શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (13:46 IST)
દેશની આર્થિક રાજઘાની મુંબઈની એક 60 માળની બિલ્ડિંગમા શુક્રવારે આગ લાગી ગઈ. કર્રી રોડ પર આવેલ અવિઘ્ન પાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગ ઓલવવા અગ્નિ શમન કર્મચારીઓ પહોંચ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિનુ 19મા માળેથી કૂદવથી મોત થવાના સમાચાર છે.  એવુ કહેવાય છે કે આગ લાગવાથી ગભરાહટમાં આવેલ વ્યક્તિ 19મા માળેથી કૂદી ગયો, જેમા તેનુ મોત થઈ ગયુ. 30 વર્ષીય યુવકને તત્કાલ કેઈએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.  આ ઉપરાંત એક અન્ય ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો છે. 

 
બચાવ કર્મચારીઓ દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડે આપેલી માહિતી મુજબ આ આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. એક ડઝનથી વધુ ફાયર ટેન્ડરો, 5 જમ્બો ટેન્કરો તેને બુઝાવવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 19મા માળેથી કૂદીને મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ અરુણ તિવારી તરીકે થઈ છે. વાસ્તવમાં, બિલ્ડિંગના 19મા માળે આગ લાગી હતી અને આ ગભરાટમાં અરુણ તિવારી કૂદી પડ્યો.
 
મુંબઈની મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યની દેખરેખ કરી રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે લગભગ બે ડઝન ફાયર અગ્નિશમન વાહનોને સેવા માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી, આગના કારણ વિશે કોઈ માહિતી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર